Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : VIDEO/ Morbi: Farmers block highway, lathicharge in power line dispute

VIDEO/ મોરબી: વિજલાઈન વિવાદમાં ખેડૂતોનો હાઈવે ચક્કાજામ, પોલીસનો લાઠીચાર્જ

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીના જેતપર ગામે વિજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો અને અદાણી કંપની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ આજે ઉગ્ર બન્યો હતો. ખેડૂત પરિવાર હાઈવે ચક્કાજામ કરતા પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા હતા.તેમજ હળવો લાઠી ચાર્જ કર્યો હતો..આ સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતુ.

App Store

વીજ લાઈન સામે ચાલી રહેલા આંદોલનને લઈને પોલીસે જેતપર ગામના ખેડૂતોને ડિટેઈન કરતા રોષે ભરાયેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને અણિયારી ચોકડી પાસે માળિયા-હળવદ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. હાઈવે બ્લોક થવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે રસ્તો ક્લિયર કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો, પરંતુ ખેડૂતોના આ ઉગ્ર વિરોધ પ્રદર્શને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.