Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Meghraja's thunderous entry into Morbi: Cool down after unbearable heat

VIDEO: મોરબીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લામાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ અંતે મેઘરાજાની ભવ્ય પધરામણી થઈ છે. છેલ્લા બે દિવસથી અસહ્ય અકળામણ અને ઉકળાટનો સામનો કરી રહેલા મોરબીવાસીઓને આજે વરસાદી માહોલથી મોટી રાહત મળી છે. મોરબી શહેર ઉપરાંત વાંકાનેર, ટંકારા અને આસપાસના ગ્રામીણ પંથકોમાં પણ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમી તેમજ મધ્યમ ધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરતા લોકોને કાળઝાળ ગરમીમાંથી ભારે મુક્તિ મળી છે. લાંબા સમયથી ચાતક નજરે વાવણીની રાહ જોઈને બેઠેલા ધરતીપુત્રો માટે આ વરસાદ ખૂબ જ સારા સંકેત લઈને આવ્યો છે. મેઘરાજાના આ શુભ આગમનથી ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે અને હવે ટૂંક સમયમાં જ જિલ્લામાં વાવણીની કામગીરી વેગ પકડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

App Store