Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Jail IG Girish Pandya reaches sub-jail

VIDEO: Morbi સબજેલ પહોંચ્યા જેલ આઈજી ગિરીશ પંડ્યા; વારંવાર મોબાઈલ મળવાની ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે તપાસનો ધમધમાટ

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબી સબજેલમાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડતી ઘટનાઓ સામે આવી રહી છે. જેલની અંદરથી વારંવાર મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત સામગ્રીઓ મળી આવવાની ગંભીર નોંધ લેતા, જેલ આઈજી (IG) ગિરીશ પંડ્યા આજે પોતે તપાસ માટે મોરબી સબજેલ ખાતે પહોંચ્યા હતા.

App Store

નોંધનીય છે કે, હજુ માત્ર બે દિવસ પહેલા જ મોરબી સબજેલની અંદર પોટલું પહોંચ્યું હતું. આ પોટલામાંથી મોબાઈલ ફોન સહિતની અનેક ચીજવસ્તુઓ મળી આવતા જેલ પ્રશાસનની કામગીરી પર સવાલો ઉભા થયા હતા. જેલમાં કેદીઓ સુધી આટલી સરળતાથી મોબાઈલ કેવી રીતે પહોંચે છે, તે એક મોટો તપાસનો વિષય બન્યો છે.

જેલ આઈજીની આ ઓચિંતી મુલાકાતને પગલે જેલ સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો છે. તપાસ દરમિયાન તેમની સાથે મોરબી જિલ્લા એસપી (SP), ડીવાયએસપી (DySP), પીઆઈ (PI) સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.