Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Former BJP youth president threatens to kill father in truck accident

Morbi: ભાજપના પૂર્વ યુવા પ્રમુખે પિતાનો ટ્રકથી અકસ્માત કરાવી મારવાની ધમકી આપી, યુવકે કર્યો આપઘાત

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Morbi: ભાજપના પૂર્વ યુવા પ્રમુખે પિતાનો ટ્રકથી અકસ્માત કરાવી મારવાની ધમકી આપી, યુવકે કર્યો આપઘાત
સોર્સ : GSTV

મોરબીમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાનને ધમકી આપી મરવા મજબૂર કરવાની ઘટના સામે આવી છે. વિપુલ વિડજા નામના યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ મામલે પૂર્વ માળિયા યુવા ભાજપ પ્રમુખ હિતેશ દસાડીયા, આશિષ પાડલીયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવીયા સામે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મૂળ મોરબીના લક્ષ્મીનગર ગામના અને હાલ ઉમા ટાઉનશિપમાં રહેતા હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયાએ આશિષભાઈ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા અને કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને હાથ ઉછીના રૂ.1.26 લાખ આપ્યા હતા. આ રૂપિયા આરોપીઓ પરત આપતા ન હોવાથી હર્ષદભાઈએ આ બાબતે તેમના સાળા વિપુલભાઈ વિડજા સાથે વાત કરી હતી. ત્યારબાદ હર્ષદભાઈ અને વિપુલભાઈએ આરોપીઓ પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા, ત્યારે આરોપીઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. 

App Store

પૂર્વ માળિયા યુવા ભાજપ પ્રમુખ હિતેશ દસાડિયાએ વિપુલ જાડેજાને મોબાઈલમાં એક વીડિયો બતાવ્યો હતો, તેમાં તેના પપ્પા એક મોટરસાયકલ પર જતા હોય અને પાછળથી ટ્રક જતો હોય અને તે ટ્રક દ્વારા તેના પપ્પાનો એક્સિડન્ટ કરાવી મારી નાખીશ અને આ અંગે કોઈને ખબર પણ નહીં પડે એવી ધમકી આપી હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરેલો છે. ત્યારે   સતત મળતી ધમકીઓથી કંટાળીને વિપુલે બે પાનાની સુસાઈડ નોટ લખી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણેય શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.