Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Bulldozers again hit illegal houses of accused involved in serious crimes

VIDEO: Morbiમાં મેગા ડિમોલિશન; ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર મકાનો પર ફરી વળ્યું બુલડોઝર

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબી પોલીસ હવે ગુનેગારો સામે લાલ આંખ કરી રહી છે. શહેરમાં દારૂ, વ્યાજખોરી અને અન્ય અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી બી.કે. બોરીચા અને જીગરના ગેરકાયદેસર મકાનો પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે.

App Store

પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં અંદાજે 642 ચોરસ મીટર જમીન પર થયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ જમીનની અંદાજિત કિંમત 65 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુનેગારો દ્વારા સરકારી જમીન કે ગેરકાયદે રીતે ઉભા કરાયેલા આ મકાનોને 3 જેટલા જેસીબી મશીનોની મદદથી તોડી પાડી જમીનદોસ્ત કરી દેવાયા છે.

આ ડિમોલિશન કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોરબી DYSP જે.એમ. આલ, મામલતદાર, પીઆઈ, પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. આ સાથે જ 25 જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.