VIDEO: મોરબી: આંદોલનનો ૧૯મો દિવસ, નેહુલ અમૃતિયાની તબિયત લથડી! આજે સોમવારે મોડી રાત્રે થશે મોટું એલાન
મોરબીના જેતપર ગામે ચાલી

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને આજે ૧૯ દિવસ પૂર્ણ થયા છે. આ લાંબા સંઘર્ષ વચ્ચે આંદોલનકારી નેહુલ અમૃતિયાની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આજે સોમવારે રાત્રે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ પારણા એ આંદોલનનો અંત નથી, પરંતુ એક નવી રણનીતિ છે. આંદોલનકારીઓ દ્વારા આજે રાત્રે જ આંદોલનના 'પાર્ટ-૩' માટે કોઈ મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે, જે આગામી સમયમાં સરકાર અને તંત્ર માટે મુશ્કેલી વધારી શકે છે. સમગ્ર પંથકની નજર હવે આ આંદોલનકારીઓના આગામી પગલાં પર છે.




