વલસાડમાં અગ્નિ બેકરીની પેસ્ટ્રીમાં ફૂગ નીકળી, ગ્રાહકની દીકરીની તબિયત લથડતાં મામલો આવ્યો સામે
વલસાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વલસાડની જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી હતી. સામાન્ય

વલસાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વલસાડની જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી હતી. સામાન્ય રીતે આપણે મોટેભાગે કોઈપણ ખાવાપીવાની ચીજવસ્તુને ચકાસ્યા વિના લઈ લેતા હોઈએ છીએ અને તેને ખાઈ પણ લેતા હોઈએ છીએ અને તેને કારણે આપણે બિમાર પણ પડતા હોઈએ છે. વલસાડમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી હતી.
વલસાડ શહેરના આઝાદ ચોક ઉપર આવેલી અગ્નિ બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી હતી. પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકની દીકરી દ્રારા પેસ્ટ્રી કેક ખાતા તેણીની તબિયત લથડી હતી, જેને કારણે ગ્રાહકે વધુ તપાસ કરતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કેકમાંથી ફૂગ નિકળવાને સમગ્ર મામલે જાગૃત ગ્રાહક દ્રારા ફૂડ વિભાગમાં ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.




