VIDEO: હવામાન વિભાગનું એલર્ટ: ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદી માહોલની આગાહી કરી છે. ભરૂચ, સુરત, ભાવન

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદી માહોલની આગાહી કરી છે. ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં ૪૧થી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, રાજકોટ, બોટાદ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. ભારે અને મધ્યમ વરસાદવાળા આ તમામ વિસ્તારોમાં વીજળી પડવાનું પણ જોખમ છે. બીજી તરફ ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં હળવાથી સામાન્ય વરસાદની આશંકા સેવાઈ રહી છે.




