Video: શંકરાચાર્યજીએ સગર્ભા બહેનોને સૌભાગ્ય સામગ્રી અર્પણ કરી તેજસ્વી સંતતિના આશીર્વાદ આપ્યા

સોર્સ: gstv

ઐતિહાસિક નગરી વડનગર ખાતે ચાલી રહેલા વિશ્વશાંતિ મહાયજ્ઞના પાંચમા દિવસે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સગર્ભા બહેનો માટે વિશેષ આશીર્વાદ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શંકરાચાર્યજીએ સગર્ભા બહેનોને સૌભાગ્ય સામગ્રી અર્પણ કરી તેજસ્વી સંતતિના આશીર્વાદ આપ્યા હતા. મહાયજ્ઞના પાંચમા દિવસે સૂર્ય ઉપાસના, અતિરુદ્ર મહાયજ્ઞ અને લક્ષ મોદક યજ્ઞનું પણ આયોજન થયું હતું, જેમાં 10 હજાર મોદકોની આહુતિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ દુર્ગા સપ્તશતીના પાઠ અને કારતક સુદ છઠ નિમિત્તે ભગવાન કાર્તિકેયની વિશેષ પૂજા કરવામાં આવી હતી. સાંજે ભરતનાટ્યમ અને શાસ્ત્રીય સંગીતના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંસ્કૃતિમય બન્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત