Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Winter in Mehsana: Unseasonal rains bring chill to the atmosphere, fear of damage to Rabi crops including castor

VIDEO: મહેસાણામાં ભરશિયાળે માવઠું: કમોસમી વરસાદના ઝાપટાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, એરંડા સહિતના રવિ પાકને નુકસાનની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં ઠંડીના જોર વચ્ચે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણામાં કમોસમી વરસાદનું ઝાપટું પડતા સમગ્ર વિસ્તારના રોડ-રસ્તા ભીના થયા હતા અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. ભરશિયાળામાં પડેલા આ માવઠાને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

App Store

ખેડૂતોની ચિંતામાં વધારો
હવામાનમાં આવેલા આ પલટાને કારણે ખાસ કરીને એરંડા (Castor) અને અન્ય રવિ પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાથી તેની ગુણવત્તા અને ઉત્પાદન પર સીધી અસર પડશે, જેના કારણે ધરતીપુત્રોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ છે.

3 જિલ્લામાં યેલો એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાની પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોને પણ પોતાનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.