Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: 7 lakh followers and the title of Mrs. India: Know who is Ahmedabad's fitness freak Anjali Gaurang Kothari?

VIDEO: 7 લાખ ફોલોઅર્સ અને મિસિસ ઈન્ડિયાનો ખિતાબ: જાણો કોણ છે અમદાવાદની ફિટનેસ ફ્રીક અંજલિ ગૌરાંગ કોઠારી?

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદની નારી શક્તિએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. શહેરની 58 વર્ષીય ફિટનેસ એડવોકેટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અંજલિ ગૌરાંગ કોઠારીએ 'માર્વેલસ મિસિસ ઈન્ડિયા સીઝન 3' (Marvelous Mrs. India)નો તાજ પોતાના નામે કર્યો છે.

App Store

જીવનના કપરા કાળને આપી માત
અંજલિ કોઠારીની આ જીત પાછળ સંઘર્ષની એક મોટી ગાથા છુપાયેલી છે. વર્ષ 2021માં જ્યારે સમગ્ર દેશ કોરોનાની લપેટમાં હતો, ત્યારે અંજલિ પણ ગંભીર કોવિડ-19નો શિકાર બની હતી. સ્થિતિ એટલી નાજુક હતી કે તેમના ફેફસામાં 65 ટકા જેટલું નુકસાન થયું હતું. જોકે, હિંમત હાર્યા વગર તેમણે શારીરિક અને માનસિક પડકારોનો સામનો કર્યો અને પોતાની ફિટનેસ પર કામ કરવાનું શરૂ કર્યું.

સોશિયલ મીડિયા સ્ટાર
અંજલિ અને તેમના પતિ ગૌરાંગ કોઠારીએ સોશિયલ મીડિયા પર એક મજબૂત કમ્યુનિટી બનાવી છે. તેઓ રિલેશનશીપ અને પારિવારિક મૂલ્યો પર વીડિયો બનાવીને લોકોને પ્રેરિત કરે છે. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં જ તેમના ફોલોઅર્સની સંખ્યા 7,00,000ને પાર કરી ગઈ છે. પેરીમેનોપોઝ જેવી શારીરિક અવસ્થાઓના અવરોધોને પાર કરીને 16મી ડિસેમ્બરના રોજ યોજાયેલી સ્પર્ધામાં તેમણે વિજેતા બનીને ઇતિહાસ રચ્યો છે.