Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Cold wave will return to Gujarat: Temperature to drop by 3 degrees after 48 hours, know the latest forecast of the Meteorological Departmen

VIDEO: ગુજરાતમાં ફરી વળશે ઠંડીનું મોજું: 48 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં શિયાળાની ઋતુ હવે તેના રંગ દેખાડી રહી છે. ઉત્તરાયણ બાદ રાજ્યમાં હવામામાનમાં ભારે પલટો આવ્યો છે. જેથી ઠંડીમાં ઘણો મોટો ફેરફાર નોંધવામાં આવ્યો છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના વાતાવરણ અંગે મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધી શકે છે.

App Store

તાપમાનમાં થશે ફેરફાર 
હાલમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન છે. આગામી 48 કલાક સુધી તાપમાન યથાવત્ રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જેને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે.

25 જાન્યુઆરીથી ફરી ગરમીનો અનુભવ? 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડીનો આ રાઉન્ડ ટૂંકો હોઈ શકે છે. 25 જાન્યુઆરીથી તાપમાનમાં ફરી ધીમે ધીમે 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. એટલે કે જાન્યુઆરીના અંતિમ દિવસોમાં લોકોને ઠંડીથી થોડી રાહત મળી શકે છે.