Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Pandemic havoc in Ahmedabad: OPD cases cross 41,000 in Sola Civil, infection increases in children

VIDEO: અમદાવાદમાં રોગચાળાનો હાહાકાર: સોલા સિવિલમાં OPD કેસ 41,000ને પાર, બાળકોમાં વધ્યું સંક્રમણ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ મહિનાના આંકડા મુજબ, હોસ્પિટલમાં OPD કેસોની સંખ્યા 41,767ને પાર પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે.

App Store

બાળકોના વોર્ડ હાઉસફુલ

સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારે કુલ 992 દર્દીઓ દાખલ છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે પીડિયાટ્રિક વોર્ડ (બાળકોના વિભાગ) અને તેની OPDમાં સંખ્યા સતત વધી રહી છે. નાના બાળકોમાં મુખ્યત્વે માથું દુખવું, ચક્કર આવવા અને પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

વિવિધ રોગોના કેસોની વિગત: હોસ્પિટલ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ:

ડૅન્ગ્યૂ: 54 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 

ચિકનગુનિયા: 28 સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે.

સ્વાઈન ફ્લૂ: આ સીઝનમાં સ્વાઈન ફ્લૂએ પણ માથું ઊંચક્યું છે, જેના 11 નમૂના લેવાયા છે.

ટાઈફોઈડ અને અન્ય: 2 દર્દી પોઝિટિવ અને ઝાડા-ઊલટીના 54 કેસ નોંધાયા છે.

હવાની ગુણવત્તા (AQI) અને સ્વાસ્થ્ય:

અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધુ ગયું છે. આ હવાનું પ્રદૂષણના પરિણામે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે. જેથી હોસ્પિટલના તબીબોએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. આ ઉપરાંત પાણી હંમેશા ઉકાળીને પીવાની અપીલ કરી હતી. વળી મચ્છરોથી બચવા માટે જાળી અથવા ક્રીમનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. આ સિવાય વાયરલ ફીવરના લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવા જણાવ્યું હતું.