Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Cattle farmers in Satlasana, Mehsana, protest against dairy tyranny by pouring milk on the road

VIDEO: મહેસાણાના સતલાસણામાં પશુપાલકોનો આક્રોશ, ડેરીની દાદાગીરી સામે રસ્તા પર દૂધ ઢોળી વિરોધ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણવાસ ગામે પશુપાલકોએ દૂધ ડેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક દૂધ ડેરી દ્વારા છેલ્લા ચાર દિવસથી 300થી 400 લીટર દૂધ સ્વીકારવામાં ન આવતા પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે. વિરોધ સ્વરૂપે પશુપાલકોએ ડેરી આગળ રસ્તા પર દૂધ ઢોળીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના વહીવટમાં મનમાની ચાલી રહી છે અને છેલ્લા 40 વર્ષથી પ્રમુખ તથા સભાસદોમાં કોઈ ફેરફાર થયો નથી. મિટિંગમાં રજૂઆત કરનાર પશુપાલકો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ થયા છે. સમગ્ર મામલે તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

App Store
ટોપિક્સ:દૂધMILKMEHSANAsatlasana