Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Teachers put students' lives at risk to enjoy entertainment

VIDEO: વાહ રે સરકાર! વિદ્યાર્થીઓને ટ્રેક્ટર-આઈસરમાં ઘેટાબકરાંની જેમ ભરી જાદુગરનો શો જોવા લઈ ગયા

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2025
લાઇવ ટીવીGoogle News

મહેસાણા જિલ્લામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડ લાઈનનો શરેઆમ ભંગ કરતા શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવન જોખમે મનોરંજનની મજા માણી હતી. શાળાના ભૂલકાઓની સલામતીને ભૂલી શિક્ષકોએ ટ્રેકટર અને મેટાડોરમાં જોખમી મુસાફરી કરાવી જાદુગરનો શો માણતા ભારે વિવાદ સર્જાયો હતો. 

App Store

મહેસાણામાં એક તરફ તંત્ર જ્યાં માર્ગ સલામતીની વાતો કરી રહ્યું છે ત્યાં શિક્ષણથી જ સારા નાગરિકોના ઘડતરની જવાબદારી સંભળાતા શિક્ષકોએ પોતાના વિભાગની જ ગાઈડ લાઈનનો ભંગ કરી વિદ્યાર્થીઓને જોખમી પરિવહન કરાવ્યું હતું. શહેરમાં આવેલા ટાઉન હોલ આગળ વિદ્યાર્થીઓને લઈને આવતા ટ્રક અને ટ્રેકટર સહિતનો મોટો કાફલો જોવા મળ્યો હતો. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાની જેમ ખીચોખીચ ભરીને લઈ જવાયા હતા.

આ અંગે તપાસ કરતા મહેસાણા પંથકની તળેટી ગુજરાતી શાળા, રામોસણા પગાર કેન્દ્ર શાળા સહિતના વિદ્યાર્થીઓની સલામતીના ભોગે ટાઉન હોલમાં આવેલ જાદુગરના શોનું મનોરંજ માણવાનું આયોજન કરાયું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આયોજનથી અજાણ હોવાનુ જણાવ્યુ હતું.

શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવન ને જોખમમાં મૂકી મનોરંજનની મજા માણી

શાળાના ભૂલકાઓની સલામતીને ભૂલી ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી તે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યુ કે, તેઓ આ આયોજનથી અજાણ છે. શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના જોખમી પરિવારના મુદ્દે શાળાના આચાર્યને નોટિસ આપવાની વાત કરી છે. વિવિધ શાળાઓમાંથી જોખમી પરિવહન કરી વાહનો ટાઉનહોલ કેવી રીતે પહોંચ્યા તે પણ એક સવાલ ? એક બે નહીં પરંતુ અનેક શાળાના વિદ્યાર્થીઓ ટાઉન હોલ પહોંચ્યા હતા. આ વાહનોને નતો પોલીસે અટકાવ્યા ન તો માર્ગ સલામતીની વાતો કરતા તંત્રએ અટકાવ્યા. કોઈ અચ્છનીય ઘટના ઘટી હોત તો તેનું જવાબદાર કોણ તે પણ એક સવાલ છે?