Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : An insect appeared in the matha purchased from the Chhashwala shop in Modasa

VIDEO: મોડાસાના છાશવાલા શોપમાંથી ખરીદેલા મઠામાં નીકળ્યું જંતુ, ખરીદતા પહેલા ચેતી જાજો

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2025
લાઇવ ટીવીGoogle News

મોડાસામાં આવેલા છાશવાલા આઉટલેટમાંથી ખરીદેલા મઠાનું પેકિંગ ખોલતાં અંદરથી જંતુ નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યા સાથે ફૂડ એન્ડ ડગ્સ વિભાગમાં પણ રજૂઆત કરાઈ છે. છાશવાલા આઉટલેટ ઉપર જાણ કરાતા હાજર કર્મચારીએ યોગ્ય જવાબ ન આપતાં ગ્રાહકો ગુસ્સે ભરાયા હતા. વિડિયો બનાવી સોશિયલ મિડિયામાં મુકતા કર્મચારીઓએ રીફંડ આપી મામલો નિપટાવવા જણાવ્યું હતું. 

App Store

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ છાસવાલા નામના આઉટલેટ પરથી એક ગ્રાહકે ખરીદેલ કેસર પીસ્તા મઠા માંથી મૃત મચ્છર નીકળતા ગ્રાહક અને તેનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો ગ્રાહક છાસવાલા આઉટલેટ પર ફરિયાદ કરતા આઉટલેટ પરથી ઉડાઉ જવાબ મળતાં સમસમી ઊઠ્યો હતો અને આ અંગેનો વિડિયો બનાવી સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો

જણાવી દઈએ કે, મોડાસા શહેરના માલપુર રોડ પર પ્રમુખધામ કોમ્પલેક્ષમાં આવેલ છાસવાલા બ્રાન્ડના આઉટલેટમાંથી મિનેશભાઈ નામના ગ્રાહકે 500 ગ્રામ મઠાનું પેકિંગ રૂ.210 આપીને ખરીદ્યું હતું. પેકીંગ ખરીદ્યા બાદ ઘરે જઈને પેકીંગ ખોલતા મઠાની ઉપર મૃત મચ્છર જણાઈ આવ્યું હતું. મઠાનું પેકિંગ લઈ છાસવાલે નામના આઉટ લેટ પર પહોંચ્યા હતા. જ્યાં છાશવાલે શોપના કર્મચારીએ ગ્રાહકને સંતોષકારક જાવબ ન આપ્યો હોવાના આક્ષેપ કરાયો છે. આરોગ્ય સાથે ચેડાં કરતા આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી. સમગ્ર મામલે ગ્રાહકે મોડાસા પાલિકાના સેનેટરી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક રજુઆત પણ કરી હતી.