Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Student falls from second floor in school, feels depressed, attempts suicide

Kadi news: સ્કૂલમાં વિદ્યાર્થીએ બીજા માળેથી પડતું મૂક્યું, આ કારણે માઠું લાગતાં કર્યો આપઘાતનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Kadi news: સ્કૂલમાં વિદ્યાર્થીએ બીજા માળેથી પડતું મૂક્યું, આ કારણે માઠું લાગતાં કર્યો આપઘાતનો પ્રયાસ
સોર્સ : GSTV

મહેસાણાનાં કડીમાં આવેલી હોલીફેમિલી સ્કૂલનાં એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, સદ્નસીબે વિદ્યાર્થીનો બચાવ થતાં સૌ કોઈએ રાહત અનુભવી છે. આ ઘટનાને ત્રણ દિવસ થયા છતાં આ અંગે હજુ સુધી કોઈ પોલીસ તપાસ થઈ નથી. 

App Store

 અગમ્ય કારણોસર વિધાર્થીએ કૂદકો મારતા પગમાં ફ્રેકચર 

મહેસાણાં જિલ્લાનાં કડીમાં આવેલી હોલીફેમિલી સ્કૂલ ધોરણ 6 ના વિધાર્થીએ શાળાની બિલ્ડિંગનાં બીજા માળેથી પડતું મૂક્યું છે. અગમ્ય કારણોસર વિધાર્થીએ કૂદકો મારતા તેને પગમાં ફ્રેકચર થયું છે.  સદ્નસીબે વિદ્યાર્થીનો જીવ બચી જતાં સૌ કોઈએ રાહત અનુભવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. આ ઘટનાને ત્રણ દિવસ થયા છતાં આ અંગે હજુ સુધી કોઈ પોલીસ તપાસ થઈ નથી. પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકાએ વિધાર્થીને બહાર બેસાડતા માઠું લાગતાં વિદ્યાર્થી કૂદકો માર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. શાળા સંચાલકે આ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે વિધાર્થી કયા કારણોસર કૂદ્યો ખબર નથી. આચાર્યએ વિધાર્થીને સમયસર હોસ્પિટલ પહોંચાડી સારવાર અપાવી હતી.