Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Nandasan villege in Kadi will be rejuvenated

Mehsana: કડીના નંદાસણનો થશે કાયાકલ્પ; કેન્દ્ર સરકારના 5 વર્ષના એક્શન પ્લાન હેઠળ આદર્શ મોડેલ ગામ તરીકે વિકસાવાશે

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેન્દ્ર સરકારના સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ગુજરાતના બે ગામોની પસંદગી કરવામાં આવી છે, જેમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું નંદાસણ અને આણંદનું તારાપુર સામેલ છે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા નંદાસણ ગામને હવે પાંચ વર્ષના એક્શન પ્લાન દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત સેપ્ટ યુનિવર્સિટી સાથે સંકલન સાધીને રોડ-રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, શાળાઓનું અપગ્રેડેશન અને સુવ્યવસ્થિત માર્કેટ જેવી પાયાની જરૂરિયાતો પર કામ કરવામાં આવશે. સ્થાનિક જરૂરિયાતો અને આર્થિક વૃદ્ધિને પ્રાધાન્ય આપી નંદાસણને એક આદર્શ મોડેલ ગામ તરીકે વિકસાવવામાં આવશે.  

App Store