Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana Crime: Blackmailing by changing name, uproar at guest house, know the whole matter

Mehsana Crime: નામ બદલીને બ્લેકમેલિંગનો ખેલ, ગેસ્ટ હાઉસ પર હોબાળો,જાણો આખો મામલો

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Mehsana Crime: નામ બદલીને બ્લેકમેલિંગનો ખેલ, ગેસ્ટ હાઉસ પર હોબાળો,જાણો આખો મામલો
સોર્સ : GSTV

Mehsana Crime: મહેસાણાના ખેરાલુમાં એક ગામમાં 20 વર્ષીય યુવતી પર નામ બદલીને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મોહમદ જાવેદ નામના યુવકે 'રાહુલ પટેલ' નામનું નકલી નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી. તેના ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેને ગેસ્ટ હાઉસમાં મળવા માટે બોલાવી હતી. જો કે ત્યાં ટોળાંએ તેને રંગેહાથે ઝડપી લેતા મારમારી અધમુખો કરી નાખ્યો હતો. યુવકના પિતા વચ્ચે પડતાં તેમને પણ ઢોર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુવતીએ દુષ્કર્મની તો ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ મારામારીની ફરિયાદ નોંધાવી છે. 

App Store

શું છે સમગ્ર મામલો?
ખેરાલુના યુવક મોહમદ જાવેદ નૂરમહમદ સીધીએ પોતાની સાચી ઓળખ છુપાવી યુવતીને 'રાહુલ પટેલ' નામ આપી મિત્રતાના સંબંધો બાંધ્યા હતા. આ સમયગાળામાં આરોપીએ યુવતીના ફોટા તેના મોબાઈલમાં રાખ્યા હતા, જે બાદ તેની સાચી ઓળખ આપી યુવતીને ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન આરોપીએ શનિવાર 21 ફેબ્રુઆરીના રોજ એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેનો ફરિયાદમાં પણ યુવતીએ ઉલ્લેખ કર્યો છે. ગેસ્ટ હાઉસમાં રંગેહાથ યુવક ઝડપાઈ જતાં તેને ટોળાંએ માર માર્યો હતો, જોગાનુજોગ તે જ સમયે યુવકના પિતા ઝઘડો જોઈને જોવા જતાં તેમણે જાણ થઈ હતી કે પોતાના જ દીકરાને મારા મારવામાં આવી રહ્યો છે, તેને બચાવવા જતાં પિતાને પણ ગડદાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. 

બેભાન યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી
યુવતીએ હિંમતથી કરેલી ફરિયાદ બાદ પોલીસે યુવક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને 351(2) પ્રમાણે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો સામે પક્ષે યુવકના ભાઈએ અજાણ્યા ઈસમો સામે ભાઈ-પિતાને માર માર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં  GJ-02-AU-9655 નંબરની સીએનજી રિક્ષા લઈને આવેલા શખસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.