Video: કડીમાં લાકડાની ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
સોર્સ : GSTV
કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં આવેલી લાકડાની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવતા કડી નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડ્યા હતા અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.
ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ
કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં આવેલ ડીપીએસ સ્કૂલની પાછળ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામની લાકડાની ફેક્ટરીમાં અચાનક જ મંગળવારે મોડી રાત દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવી હતી. અગમ્ય કારણોસર ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. અચાનક જ આગ લાગતા લાકડા બળીને ખાખ થઈ ગયા હતા. હાજર કર્મચારીઓએ તુરંત જ ફેક્ટરીના માલિકને જાણ કરી હતી. ત્યારબાદ કડી નગર પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

