Mehsana news: કાર ચાલકે બાઇક-મોપેડને મારી ટક્કર, ત્રણ યુવકોના કમકમાટીભર્યાં મોત

સોર્સ : GSTV
મહેસાણા જિલ્લામાં બેસતું વર્ષ ગોઝારું સાબિત થયું છે. મઢાસણા ચોકડી નજીક બેફામ કાર ચાલકે બાઇક અને એક્ટિવાને અડફેટે લેતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે, જયારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.
અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ફરાર
પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા જિલ્લાના મઢાસણા ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે, જયારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બેફામ કાર ચાલકે બાઇક અને એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. વિસનગરના ગુંજા ગામના 2 અને વડનગરના ખટાસણા ગામના 1 યુવકનું મોત નીપજ્યું છે. મૃતકોમાં કિશનજી, નિલેશજી અને મહેશજીનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ફરાર થતા વડનગર પોલીસે ફરિયાદ નોંધાઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

