Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : bit.ly/Kadi-Someshwar-Park-Cricket-Celebration

VIDEO: ટી-20 વર્લ્ડ કપમાં ભારતની હેટ્રિક: કડીની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં ફટાકડા અને નાસ્તા-પાર્ટી સાથે જીતની ભવ્ય ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થતા જ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આ વિજયનો ઉત્સાહ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પણ જોવા મળ્યો હતો. કડીના કરણનગર રોડ પર આવેલી સોમેશ્વર પાર્ક સોસાયટીના રહીશો અને ક્રિકેટ રસિયાઓએ આ મેચનો આનંદ એકસાથે લાઈવ નિહાળી હતી.

App Store

સતત ત્રીજીવાર ભારત વિશ્વ વિજેતા
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરી સતત ત્રીજી વખત વિશ્વ વિજેતા બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. મેચમાં ભારતની જીત નિશ્ચિત જણાતા જ સોમેશ્વર પાર્ક સોસાયટીના ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. મેચ પૂરી થતાની સાથે જ સોસાયટીમાં 'ભારત માતા કી જય' અને 'ઈન્ડિયા-ઇન્ડિયા'ના નારા ગુંજી ઉઠ્યા હતા. રહીશોએ આ જીતને હાર્દિક રીતે વધાવી લીધી હતી અને એકબીજાને મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

નાસ્તા-પાર્ટીનું વિશેષ આયોજન
સોમેશ્વર પાર્ક સોસાયટીના રહીશોએ મેચના રોમાંચની સાથે ખાણી-પીણીનો પણ આનંદ માણ્યો હતો. મેચ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે જ તમામ ક્રિકેટ રસિકો માટે નાસ્તા-પાર્ટીનું સુંદર આયોજન કરાયું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ સાથે મળીને આ યાદગાર ક્ષણને જીવી હતી. કડી શહેરના કરણનગર રોડ પર ભારતની આ મહાન જીતને કારણે મોડી રાત સુધી ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.