કડી: ભાગ્યોદય હોસ્પિટલ PMJAYના કૌભાંડનું એપી સેન્ટર, ક્લેમ કરીને 6 કરોડ ડકાર્યા

કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલી સરકારી યોજના થકી નાણાં કમાવવાનું રીતસર કૌભાંડ ચાલી રહ્યું છે , ત્યારે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ જ નહી, કડી શહેરમાં ભાગ્યોદય હોસ્પિટલ જ PMJAY યોજનાનું એપી સેન્ટર રહ્યું છે. ભાગ્યોદય હોસ્પિટલમાં પણ અમદાવાદથી કાર્ડિયોલોજીસ્ટ બોલાવીને દર્દીઓની હાર્ટ સર્જરી કરવામાં આવતી હતી.
નીતીન પટેલ સાથે જોડાયેલાં એક ગ્રુપનું ભાગ્યોદય હોસ્પિટલ સાથે કનેક્શન
એવી પણ ચર્ચા છેકે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સાથે જોડાયેલાં એક ગ્રુપનું ભાગ્યોદય હોસ્પિટલ સાથે કનેક્શન છે. જો ભાગ્યોદય હોસ્પિટલમાં દર્દીઓની કરાયેલી સારવારના કલેઇમ સહિત અન્ય બાબતની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પીએમજેવાય યોજનાનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા 50 ટકા દર્દી બોગસ, સરકારી યોજનાનો લાભ ખાટવાનું સૌથી મોટું મેડિકલ કૌભાંડ
2700 એન્જિયોગ્રાફી, 1100 એન્જિયોપ્લાસ્ટી કરી રૂા.6 કરોડથી વઘુની કમાણી કરી
ગામડામાં દર્દીઓને લાવી હાર્ટની સારવાર પેટે પીએમજેવાયએ યોજના હેઠળ ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકો મોટી કમાણી કરતાં હતાં. એવી જાણકારી મળી રહી છેકે, ટુંકા ગાળામાં જ ભાગ્યોદય હોસ્પિટલે 2700 એન્જિયોગ્રાફી અને 100 એન્જિયોપ્લાસ્ટી કરી હતી. આ સર્જરી પેટે ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકોએ આરોગ્ય વિભાગમાં ક્લેઇમ કરીને રૂા.6 કરોડથી વઘુ નાણાં મેળવ્યા હતાં. સવાલ એ ઉભો થયો છેકે, કડી જેવા શહેરમાં આટલી બધી હાર્ટ સર્જરી થતી હોવા છતાંય આરોગ્ય વિભાગને જરાય શંકા સુઘ્ધાં ઉભી થઇ ન હતી.

