મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માળીયાહાટીનામાં મેઘતાંડવ: બીજા દિવસે પણ ધોધમાર વરસાદથી જળબંબાકાર

માળીયાહાટીના પંથકમાં સતત બીજા દિવસે પણ સવારથી જ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસા

માળીયાહાટીના પંથકમાં સતત બીજા દિવસે પણ સવારથી જ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ રહ્યો છે. અંધારપટ્ટ વચ્ચે અત્યાર સુધીમાં અંદાજે ૩ ઈંચ જેટલું પાણી પડી ચૂક્યું છે.આ અવિરત વરસાદને કારણે સમગ્ર માળીયાહાટીના વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ નજરે પડે છે. પટેલ સમાજ પાસે આવેલી ફલકુ નદી,વોકળામાં વરસાદી પાણીના ભારે પૂર આવ્યા છે, જેને લીધે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે. સમગ્ર પંથક જળબંબાકાર થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રો અને ખેડૂતોમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો