VIDEO: અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બગસરા અને વડિયા પંથકમાં અનરાધાર વરસાદ
અમરેલી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે અને જિલ્લાના મોટાભાગના ત

અમરેલી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે અને જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. બગસરા પંથકમાં આજે દિવસભર ઘનઘોર વાદળોની ફોજ વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેને પગલે બગસરા શહેરના મુખ્ય રોડ-રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. બીજી તરફ, વડિયા શહેરમાં પણ લાંબા અસહ્ય ઉકાળા બાદ મેઘરાજાનું ધબધબાટી સાથે આગમન થયું હતું. વડિયા પંથકમાં સારો વરસાદ ખાબકતાં જ સમગ્ર પંથકનું વાતાવરણ એકદમ આહલાદક અને ઠંડકભર્યું બની ગયું છે. ચોમાસાના આ પ્રારંભિક વરસાદને પગલે કાળઝાળ ગરમીથી પરેશાન સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જગતનો તાત પણ વાવણીના હરખ સાથે મલકાઈ રહ્યો છે.




