મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઉકળાટ બાદ શહેરમાં પ્રસરી ઠંડક, આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહીને પગલે

હવામાન વિભાગની આગાહીને પગલે સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉધના, પાંડેસરા, ડિંડોલી, લિંબાયત અને કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. સતત વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

આ સમાચાર શેર કરો