VIDEO: ડભોઇમાં મેઘમહેર! ૧૨ કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર, ખેડૂતોમાં આનંદની લહેર
ડભોઇ શહેર અને તાલુકામાં ગત મોડી સાંજથી ધોધમાર વરસાદ શરૂ થતાં સમ

ડભોઇ શહેર અને તાલુકામાં ગત મોડી સાંજથી ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે. પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદથી છેલ્લા બે દિવસથી રાહ જોઈ રહેલા ખેડૂતો અને નગરજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આંબેડકર ચોક, એસટી ડેપો, સિનોર ચોકડી, ટાવર રોડ, લાલ બજાર, ભારત ટોકીઝ અને કોહિનૂર પાર્ક સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. તાલુકાના ચાંદોદ, ભીલાપુર, કડોદરા, ઢોલાર, વસઈ, તરસાણા, સીમળીયા અને અમરેશ્વર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. છેલ્લા 12 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.


