મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: ડભોઇમાં હીટ એન્ડ રનની ઘટનામાં ત્રણ સંતાનના પિતાનું મોત

વડોદરાના ડભોઈ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસમાં સતત અ

વડોદરા: ડભોઇમાં હીટ એન્ડ રનની ઘટનામાં ત્રણ સંતાનના પિતાનું મોત

વડોદરાના ડભોઈ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસમાં સતત અકસ્માતની ઘટના બની હતી. જેમાં આજે મંગળવારે ડભોઈના સ્ટેચ્યૂ ઑફ યુનિટી માર્ગ પર આવેલા સીતાપુર પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક આધેડનું મોત થયું હતું. 

ડભોઈના સીતાપુર પાટિયા પાસે માર્ગ ઓળંગવા જતા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ સંતાનોના પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લીધે લોકોનાં ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ટોળાએ એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો