મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: શામળાજીની ગોદરી નદીમાં આવ્યા નવા નીર

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ગોદરી નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નવા નીરન

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ગોદરી નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. મોટા કંથારીયા પંથકમાંથી પસાર થતી નદીમાં વરસાદી પાણી આવતાં આસપાસના વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાળાપાણા અને બેડાનાકા સહિત રાજસ્થાનની સરહદી વિસ્તારોમાં સારો વરસાદ વરસતાં તેની અસર ગોદરી નદીમાં જોવા મળી છે. પ્રથમ વરસાદે જ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આશા જાગી છે અને ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. સ્થાનિકો પણ નદીમાં નવા નીર આવતા આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વચ્ચે જળસ્તરમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો