મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીમાં મેઘ કહેર: ૬ ઈંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોની મહેનત પાણીમાં

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની કમર

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. માત્ર એક જ દિવસમાં પડેલા ૬ ઈંચ વરસાદને કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા. હવે પાણી ઓસરી ગયા છે, પરંતુ પાછળ છોડી ગયા છે બરબાદીના દૃશ્યો.ખેડૂતોની મહેનત અને મૂડી બંને પાણીમાં વહી ગયા છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે, તો ક્યાંક વાવેતર ધોવાઈ જતાં ખેડૂતો પર ફરી વાવેતર કરવાની આફત આવી પડી છે. આ વર્ષે મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ વચ્ચે ખેતી પહેલેથી જ મોંઘી પડી રહી છે, ત્યાં કુદરતનો આ કહેર ખેડૂતો માટે આર્થિક સંકટ સમાન બન્યો છે.

આ સમાચાર શેર કરો