મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીમાં ભાદર ૨ ડેમ ભરાતા તંત્ર એલર્ટ ૩૫થી વધુ ગામો માટે ચેતવણી

ધોરાજી પંથકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ભાદર-૨ જળાશય ૭૦ ટકા ભરાઈ ગયું

તસવીર: gstv

ધોરાજી પંથકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ભાદર-૨ જળાશય ૭૦ ટકા ભરાઈ ગયું છે. ડેમની જળસપાટી જાળવી રાખવા માટે ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે, જેને પગલે વહીવટી તંત્ર સાબદું બન્યું છે. ધોરાજી, ઉપલેટા અને કુતિયાણાના નીચાણવાળા ગામો માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. તંત્ર દ્વારા ભોળા, ભોગસર, ડુમિયાણી, ભોલગામડા અને સુપેડી સહિત રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ૩૫થી વધુ ગામોના રહીશોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. ડેમની પૂર્ણ સપાટી ૫૩.૧ મીટરની સામે હાલ જળસ્તર ૫૦.૩૫ મીટર પર પહોંચ્યું છે અને ૭૫૪ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. ફ્લડ કંટ્રોલ સેલે નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા કડક સૂચના આપી છે.

આ સમાચાર શેર કરો