મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ પોલીસનું મેગા ઓપરેશન: ઝોન-૭ માં ૨૪ કલાકમાં ૧૯૦ આરોપીઓની ધરપકડ, રાજ્ય બહારથી પકડાયા ૨૦ વર્ષના ફરાર ગુનેગારો

અમદાવાદ પોલીસ

તસવીર: gstv

અમદાવાદ પોલીસે ગુનેગારો પર સકંજો કસવા માટે ‘ઓપરેશન ક્લીન સ્વીપ 2.0’ શરૂ કર્યું છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઝોન-૭ ના ૮ પોલીસ સ્ટેશન અને LCB ની ૩૪૧ પોલીસ જવાનોની ટીમે માત્ર ૨૪ કલાકમાં ૧૯૦ આરોપીઓને ઝડપી લીધા છે. આ ઓપરેશનમાં હત્યાનો પ્રયાસ, છેતરપિંડી અને નકલી ચલણી નોટ જેવા ગંભીર ગુનાના આરોપીઓનો સમાવેશ થાય છે. વિશેષ વાત એ છે કે, પોલીસે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ટીમો મોકલી ૨૦ વર્ષથી ફરાર બે આરોપીઓને પણ દબોચી લીધા છે. ૮૩ ફરાર અને ૫૪ વોરંટવાળા આરોપીઓ પકડાતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો