VIDEO : જામનગરમાં સાયચા ગેંગ વિરૂદ્ધ મેગા ઓપરેશન
જામનગરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા પોલીસ તંત્ર દ્વારા કુખ્યાત સાયચા ગેંગ વિરુદ્ધ મેગા ઓપરે

જામનગરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા પોલીસ તંત્ર દ્વારા કુખ્યાત સાયચા ગેંગ વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનાઓને ધ્યાને લઈ, જામનગર સિટી બી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ સંયુક્ત રીતે બેડેશ્વર વિસ્તારમાં આ ગેંગ દ્વારા સરકારી જમીન પર કરાયેલા અંદાજે 918 સ્ક્વેર મીટરના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.




