VIDEO : મંજૂરી ન મળતા ઓગણજમાં સભા, ખેડૂતોના અભાવે કોંગ્રેસને ઝટકો
સોર્સ : GSTV
વીજલાઈન મુદ્દે કોંગ્રેસ દ્વારા આયોજિત 'ખેડૂત હિત રક્ષક સમિતિ'ની રેલી ગાંધીનગર સુધી ના પહોંચી શકી. અને ગાંધીનગરમાં આવેદન પત્ર વગર જ રેલી પૂણ થઈ ગઈ. ટ્રેક્ટર રેલી સાથે ખેડૂતો ગાંધીનગર આવેદનપત્ર આપવાના હતા. પરંતુ મંજૂરી ના મળતા કોંગ્રેસે ઓગણેજમાં સભા યોજી. પરંતુ ખેડૂતોને જાણે તેમાં રસ ન હતો. અને ઓગણજમાં યોજાયેલી સભામાં ખેડૂતો હાજર ના રહ્યા. ખેડૂતોની નહિવત હાજરીને કારણે સભા સ્થળે કોંગ્રેસના નેતાઓમાં પણ નિરાશા જોવા મળી. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સભા સ્થળેથી રવાના થઈ ગયા હતા.

