મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો: વિકાસના ૧૧૮ કામો મંજૂર, કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું

સોર્સ: gstv

અંકલેશ્વર નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં વિકાસના ૧૨૧માંથી ૧૧૮ કામોને બહાલી આપવામાં આવી હતી, પરંતુ ઝીરો અવર્સમાં ચર્ચા કરવાના મુદ્દે સર્જાયેલા વિવાદને કારણે વાતાવરણ ગરમાઈ ગયું હતું. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના મતભેદોને પગલે કોંગ્રેસના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું……વિપક્ષે વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા ન થવા પર રોષ વ્યક્ત કરી હાઇકોર્ટમાં અરજી કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મંજૂરી બાદ ચર્ચા માટે સમય આપવા છતાં વિપક્ષે અકારણ જીદ કરીને વોકઆઉટ કર્યો હતો. આ રાજકીય ઘમાસાણને લઈને આગામી દિવસોમાં વિવાદ વધુ ઘેરો બનવાની પૂરી શક્યતા છે.

આ સમાચાર શેર કરો