Video: અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ગોલ્ડન જુબિલી વર્ષે ભવ્ય દશેરા મહોત્સવ: 51 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન

અંકલેશ્વરની ઓએનજીસી કોલોની ખાતે વિજયાદશમી પર્વ નિમિત્તે ONGC રામલીલા સમિતિની 50 વર્ષની પરંપરા પૂર્ણ થવાના અવસરે ગોલ્ડન જુબિલી ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય મહોત્સવમાં 51 ફૂટ ઊંચા રાવણ તેમજ 50-50 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું ધામધૂમથી દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓએનજીસીના એસેટ મેનેજર આર. રવિકુમાર સહિત અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને હજારોની સંખ્યામાં સ્થાનિક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રામલીલાના કથાનક બાદ યોજાયેલા આ રાવણ દહન દરમિયાન આકાશને ઝળહળતી કરતી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જેને નિહાળવા માટે મોટી મેદની ઉમટી હતી અને સમગ્ર પંથક ઉત્સાહ તેમજ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.




