મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માતમાં ૨૦ વર્ષીય શ્રમજીવી યુવતીનું કરુણ મોત

સોર્સ: gstv

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર કિચન કબાના હોટલ સામે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારના સભ્યો મોપેડ પર સવાર થઈને ખરોડ પાસે આવેલા કામધેનુ એસ્ટેટ ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવતી કવિતા ડામોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે મોપેડ પર સવાર અન્ય બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો