મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મહાદેવ મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ

રાજકોટના જૂના મોરબી રોડ પર આવેલા મહાદેવ મંડપ સર્વિસના ગોડાઉનમાં મધરાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ, 108 અને ફાયર બ્રિગેડની 4 ટીમો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે.

આ સમાચાર શેર કરો