મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દાહોદના બાયપાસ પર ભીષણ અકસ્માત: ત્રણ લોકોના કરૂણ મોત, એક ગંભીર

સોર્સ: gstv

દાહોદ બાયપાસ પર આવેલા નેશનલ હાઈવે 47 પર સતી તોરલ હોટેલ નજીક કાર, ક્રૂઝર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે…અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કર બાદ બાઈક સળગીને ખાખ થઈ ગઈ હતી અને અન્ય વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ગ્રામ્ય પોલીસે મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો