મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદના ઝાલોદના રામસાગર તળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનોના કરુણ મોત, પરિવારમાં શોકનું મોજું

દાહોદના ઝાલોદમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઝાલોદના ટીંબા વિસ્તારમાં આવેલા રામસ

તસવીર: gstv

દાહોદના ઝાલોદમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઝાલોદના ટીંબા વિસ્તારમાં આવેલા રામસાગર તળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે…..આ દુર્ઘટનામાં રાધિકા માલા અને નંદની માલા નામની બાળકીઓ પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ થયું છે...ઘટનાની જાણ થતાં જ ઝાલોદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક તરૈયાઓની મદદથી બંને સગીરાઓના મૃતદેહ બહાર કાઢીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. એકસાથે બે દીકરીઓ ગુમાવતા પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો