મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: VIDEO/ ગ્રામ્ય પોલીસના ત્રાસથી આધેડે ઝેરી દવા પી વીડિયો બનાવી કર્યો વાયરલ

રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં પોલીસ દ્વારા રીક્ષા ચાલકને માનસિક ત્ર

રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં પોલીસ દ્વારા રીક્ષા ચાલકને માનસિક ત્રાસ આપવાનો મામલો સામે આવી રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસનો વિવાદ શમવાનું નામ નથી લેતો. વધુ એક વખત રાજકોટ ગ્રામ્યની મેટોડા પોલીસ વિવાદમાં આવી છે. પોલીસના ત્રાસથી એક આધેડે ઝેરી દવા પીને વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, અગાઉ આધેડની રીક્ષા પોલીસે પકડી હતી. જો કે, આધેડની રીક્ષામાં પોલીસે તોડફોડ કર્યા અંગેની અરજી આધેડે કરી હતી. પરંતુ ત્યારબાદ અરજીને લઈ પોલીસ વારંવાર માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કાંતીભાઇ અરજણભાઇ દાફડાએ ઝેરી દવા પીને વીડિયો બનાવ્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. હાલ આધેડને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો