રાજકોટમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે મોત
રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માતે સ્વરુપ લીધું છે જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. રાજકોટ - ભાવનગર રોડ પર આજી ડેમ

રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માતે સ્વરુપ લીધું છે જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. રાજકોટ - ભાવનગર રોડ પર આજી ડેમ પાસે રવિવારી બજાર નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં યુવાનનું મોત થયું છે. અજાણ્યા યુવાનને ડમ્ફર ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
આ પણ વાંચો : VIDEO: સાણંદના નળ સરોવર પાસે બે અજગરે ગામ ગજવ્યું, છેવટે રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવાયા
ગંભીર અકસ્માત સર્જ્યો હોવાની જાણ થતાં ડમ્પર ચાલક ડમ્પર મૂકીને પોતાના બચાવ માટે ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર થઈ ગયેલ ડમ્પર ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




