મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં યુવકે અગમ્ય કારણોસર ટ્રેનની નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું

રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવકે ટ્રેનની નીચે પડતું મુકીને મોતને

રાજકોટમાં યુવકે અગમ્ય કારણોસર ટ્રેનની નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું

રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવકે ટ્રેનની નીચે પડતું મુકીને મોતને વ્હાલું કર્યું છે. રાજકોટમાં જેતપુર નજીક યુવકે ટ્રેનની નીચે પડતું મુકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : મહીસાગરનો ભયાવહ કિસ્સો: ગામની પાસેના જંગલમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકામાં ધોરાજી રોડ પર આવેલ ફાટક પાસે યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. પરમાર હરેશ દિલીપભાઈ ઉર્ફે હરિયાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. મૃતક યુવક જેતપુરનો લિસ્ટેડ બુટલેગર હોવાની માહિતી મળી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. આ યુવકે કયા કારણોસર ટ્રેન હેઠળ ઝંપલાવ્યું તે મામલે જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો