Video: માળીયા હાટીનાથી દાહોદ-ગોધરા નવી એસટી બસ સેવા શરૂ, મુસાફરોમાં આનંદ છવાયો

જૂનાગઢના માળીયા હાટીનાથી દાહોદ-ગોધરા માટેની નવી એસ.ટી. બસ સેવાનો આજથી પ્રારંભ થયો છે. સ્થાનિક લોકોની લાંબા સમયની પ્રબળ માગણીને ધ્યાને રાખી આ બસ શરૂ કરાઈ છે. વેરાવળ-દાહોદ રૂટની આ બસ બપોરે માળીયા હાટીના આવી જૂનાગઢ, રાજકોટ, ખેડા, ડાકોર થઈ મધરાતે દાહોદ પહોંચશે. ધારાસભ્યએ ઢોલ-નગારા અને શરણાઈના સૂર વચ્ચે લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે એસટી ડેપોના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવી બસ સેવા શરૂ થતાં લોકોએ પેંડા વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો.




