Video: દિવાળી તહેવારો પર એસટી નિગમનો મોટો નિર્ણય: મુસાફરોના ઘસારાને પહોંચી વળવા રાજ્યભરમાં ૨૪૦૦ એક્સ્ટ્રા બસો દોડાવાશે

દિવાળીના તહેવાર દરમિયાન વતન જતા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી ૪ થી ૭ નવેમ્બર દરમિયાન સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૨ હજાર ૪૦૦ વધારાની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ વધારાની બસો દ્વારા કુલ ૮ હજારથી વધુ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા રત્નકલાકારો તેમજ અન્ય મુસાફરોને મોટી રાહત મળશે....મુસાફરો ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ સરળતાથી પહોંચી શકે તે માટે ખાસ આયોજન કરાયું છે. બસોમાં એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.





