VIDEO: તંત્રની બેદરકારીથી મોટો અકસ્માત
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદન સામે ચાલી રહેલી કામગીરીમાં જોવા મળતી બેદરકારીએ વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદન સામે ચાલી રહેલી કામગીરીમાં જોવા મળતી બેદરકારીએ વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કર્યું છે. રસ્તાની વચ્ચે કે કિનારે બનાવેલા ખુલ્લા પિલરો અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. સેવાસદન સામે સ્ટ્રીટ લાઇટના નિર્માણ માટે બનાવેલા કોંક્રિટના પિલર સાથે એક કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્રની કામગીરી સામે રોષની લાગણી જન્મી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ કોંક્રિટના પિલરો લગભગ ૨૦ દિવસ પહેલા બનાવવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તે અંગે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી.




