થાનગઢ ટ્રિપલ મર્ડર કેસ: નાસતા ફરતા મુખ્ય આરોપીઓની પોલીસે કરી ધરપકડ
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સારસાણા ગામની સીમની વાડીમાં થયેલા ટ્રિપલ મર્ડરના બનાવમાં પોલીસે આજે નાસતા

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સારસાણા ગામની સીમની વાડીમાં થયેલા ટ્રિપલ મર્ડરના બનાવમાં પોલીસે આજે નાસતા ફરતા મુખ્ય બે આરોપીને ઝડપી પાડ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
ટ્રિપલ મર્ડર કેસમાં નાસતા ફરતા મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હત્યા નીપજાવી આરોપીઓ રાજસ્થાન તરફ નાસી છૂટ્યા હતા. હત્યામાં વપરાયેલ છરી, લાકડી, બાઇક સહિતનો કબ્જો લેવા તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: VIDEO : થાનગઢ ટ્રિપલ મર્ડરના 4 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું
પ્રેમ પ્રકરણમાં ખેલાયો હતો ખૂની ખેલ
સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રેમ પ્રકરણ મામલે માતા-પિતા અને તેના પુત્રની હત્યા કરવામાં આવી હતી. ટ્રિપલ મર્ડરની આ ઘટનામાં પિતા ઘુઘાભાઈ દાનાભાઈ બજાણીયા અને પુત્ર ભાવેશ ઘુઘાભાઈ બજાણીયાનું પહેલા જ મૃત્યુ થયું હતું, બાદમાં સારવાર દરમિયાન ભાવેશની માતા મંજુબેન ઘુઘાભાઈ બજાણીયાનું પણ મોત થયું હતું.
ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું
થાનગઢ પોલીસે આ ટ્રિપલ મર્ડરના આરોપીઓ દિનેશ સાપડા, જેસા નરસી, દિનેશ સુખાભાઈ અને અન્ય એક એમ કુલ 4 આરોપીઓને ઝડપી પડ્યાં હતા. પોલીસે થાનગઢ હાઈસ્કૂલથી આઝાદ ચોક સુધી આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.






