VIDEO: પૂર્વ શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોરે માવઠાથી નુકસાનને લઈ CMને લખ્યો પત્ર
સોર્સ : GSTV
VIDEO: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં આવેલા પલટા અને તે બાદ વરસેલા કમોસમી વરસાદે મહીસાગર જિલ્લામાં ખેતીના પાકને ખૂબ નુકસાન થયું છે. જેને લઈ પૂર્વ શિક્ષણ પ્રધાન ડૉ.કિશોર ડિંડોરે સીએમ ભૂપેન્દ્ર પટેલને માવઠાના નુકસાન અંગે સહાય આપવા પત્ર લખ્યો છે.
કમોસમી વરસાદથી ખેતીમાં ડાંગર, મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ચુક્યો છે. જેથી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનો સરવે હાથ ધરીને ખેડૂતોને નુકસાન અંગે યોગ્ય વળતર આપવામાં આવે તેવી પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

