VIDEO BREAKING: મહીસાગર નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત
સોર્સ : GSTV
લુણાવાડાની મહીસાગર નદીમાં નાહવા પડેલા બે મુસ્લિમ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. લુણાવાડાથી લીંબોદરા ગામ પાસે નદીના ધસમસતા પ્રવાહમાં આઝમખાન અને આસિફ નામના બે યુવકો તણાયા હતા. જેમાં આઝમખાનને ડૂબતો જોઈ આસિફ તેને બચાવવા જતાં બંને લાપતા થયા હતા. પ્રતિબંધ હોવા છતાં મંદિરથી દૂર અપરિચિત જગ્યાએ નાહવા ગયેલા આ યુવકોની શોધખોળ દરમિયાન, એક યુવકનો મૃતદેહ અગાઉ મળ્યો હતો, જ્યારે બીજા યુવક આઝમખાનનો મૃતદેહ બે દિવસ બાદ ગત મોડી રાત્રે કોલવણ ગામ પાસેથી મળી આવી હતી. આ ઘટનાને પગલે મૃતક યુવકોના પરિવાર અને મુસ્લિમ સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

