Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : People are in danger from rides running without permission in Indira Maidan, Lunawada

Mahisagar: લુણાવાડાના ઈન્દિરા મેદાનમાં મંજૂરી વગર ચાલતી રાઈડથી લોકોને ખતરો

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Mahisagar: લુણાવાડાના ઈન્દિરા મેદાનમાં મંજૂરી વગર ચાલતી રાઈડથી લોકોને ખતરો

Mahisagar: રાજકોટ ગેમઝોન કાંડ, વડોદરા હરણી કાંડ બાદ પણ તંત્ર હજી કોઈ નક્કર પગલાં લેવા તૈયાર નથી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મંજૂરી વગર ચાલતી રાઈથી લોકોનાં જીવ સાથે જોખમ જોવા મળી રહ્યું છે. 

App Store

લુણાવાડા શહેરમાં આવેલા ઈન્દિરા મેદાનમાં તંત્રની કોઈપણ મંજૂરી વગર ચાલતી રાઈડથી લોકોનાં માથે મોત જાણે ઝળુંબતું હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ઉપરાંત ઈન્દિરા મેદાનમાં આવેલી મોટી અને નાની રાઈડ મંજૂરી વગર ચાલુ કરી દેવામાં આવી છે. લુણાવાડા નગરપાલિકા માત્ર મેદાનનું ભાડું લેવા મંજૂરી વગર કે ભાડે મેદાન આપતા અનેક સવાલો ઉઠયા છે. આ સિવાય રાત્રી દરમિયાન એકાએક રાઈડો બંધ કરતા કંઈક ઘટના ઘટી હોય તેવી આશંકા પણ જન્માવી છે. મંજૂરી વગર કોની રહેમ રાહે રાયડો ચાલુ કરવામાં આવી તેવા તંત્ર સામે ઉઠી રહ્યા છે સવાલ.

ટોપિક્સ:LunavadaRideDeathpolice